Tag Archives: india vs australia hockey match

Tokyo Olympics: ગોલકિપર સવીતાના ઓસ્ટ્રેલિયન ક્રિકેટર-હાઇ કમિશ્નરે કર્યા વખાણ, કહ્યું- ‘ધ ગ્રેટ વોલ ઓફ ઈન્ડિયા’

નવી દિલ્હી. ભારતીય મહિલા હોકી ટીમ (Indian Woman Hockey Team) ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics)માં ઓસ્ટ્રેલિયા (India Beat Australia)ને હરાવીને પોતાના પ્રશંસકોની સાથોસાથ વિરોધી ટીમના ફેન્સને પણ પ્રશંસક કરી દીધા. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોથી લઈને હાઇ કમિશ્નર સુધી, તમામ ભારતીય મહિલા હોકી ટીમના વખાણ કરી રહ્યા છે. ભારતમાં ઓસ્રેનેલિયના હાઇ કમિશ્નર બૈરી ઓ ફેરેલ (Barry O’Farrell)એ તો ભારતીય ટીમને શુભેચછા આપતા ગોલકીપર સવિતા પૂનિયા (Savita Punia)ને ધ ગ્રેટ વોલ ઓફ ઈન્ડિયા (The Great Wall of India) તરીકે ગણાવી. સવિતા પૂનિયાએ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ક્વાર્ટર ફાઇનલમાં 9 પેનલ્ટી કોર્નર સેવ કર્યા.

ભારતીય મહિલા ટીમે સોમવારે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં ત્રણ વારની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યું. તેની સાથે જ ટીમે ઓલમ્પિક ઈતિહાસમાં પહેલીવાર સેમીફાઇનલમાં પ્રવેશ કરી દીધો. આ ઐતિહાસિક જીતથી સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવી રહી છે. શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. ખુશીની વાત એ છે કે ઓસ્ટ્રેલિયા તરફથી પણ ભારતને શુભકામનાઓ મળી રહી છે.

આ પણ વાંચો, Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમ પહેલીવાર સેમીફાઇનલમાં, ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેવિડ વોર્નર એ પણ ભારતીય મહિલા ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી છે. ડેવિડ વોર્નરે આઇપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના ટ્વીટને રિટ્વીટ કર્યું. વોર્નરે લખ્યું કે, શાબાશ આપણી છોકરીઓ! તમે તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું અને ભારતને પણ શુભેચ્છા, ગુડ લક.

આ પણ વાંચો, Tokyo Olympics: સતીશ કુમાર ક્વાર્ટર ફાઇનલમાં હાર્યો, પુરુષ બોક્સર મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યા

હોકી ઈન્ડિયાએ પણ ગોલકિપર સવિતા પૂનિયાની શ્રેષ્ઠ રમતને સલાક કરી. હોકી ઈન્ડિયાએ સવિતાની તસવીર પોસ્ટ કરી લખ્યું કે, વોલ (દિવાલ)ની નવી પરિભાષા…સોશિયલ મીડિયામાં પણ સવિતા પૂનિયાના જોરદાર વખાણ થઈ રહ્યા છે. હોકીના પ્રશંસક તેને ટીમની દિવાલ અને કવચ કહી રહ્યા છે. ભારતે મેચ જીત્યા બાદ સોમવારે દિવસભર સોશિયલ મીડિયામાં ધ ગ્રેટ વોલ ઓફ ઈન્ડિયા સવિતા પૂનિયા ટ્રેન્ડ કરતું રહ્યું.

Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમ પહેલીવાર સેમીફાઇનલમાં, ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

ટોક્યો. ભારતીય મહિલા હોકી ટીમ (Indian Women Hockey Team)એ ઓલમ્પિક (Tokyo Olympics)માં ઈતિહાસ રચી દીધો છે. ટીમે પહેલીવાર સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવી દીધું. મહિલા ટીમ માત્ર ત્રીજી વાર ઓલમ્પિકમાં ઉતરી રહી છે. 2016 રિયો ઓલમ્પિકમાં ટીમ 12મા સ્થાને રહી હતી. આ ઉપરાંત 1980માં ટીમ ચોથા સ્થાન પર રહી હતી. જોકે, તે સમયે સેમીફાઇનલ મુકાબલા નહોતા. પૂલ મેચોના પ્રદર્શનના આધારે ટોપ-3 ટીમો નક્કી થઈ હતી. આ પહેલા ભારતીય પુરુષ હોકી ટીમ સેમીફાઇનલમાં પહોંચીને મેડલની આશા બરકરાર રાખી છે.

મેચમાં ભારતીય મહિલા ટીમે સારી શરૂઆત કરી. જોકે, પહેલા ક્વાર્ટરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો ગોલ ન કરી શકી. 22મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર ગુરજીત કૌરે ગોલ કરીને ભારતીય ટીમને 1-0થી સરસાઇ અપાવી. હાફ ટાઇમ સુધી સ્કોર આ જ રહ્યો. ત્રીજા ક્વાર્ટરમાં પણ કોઈ ગોલ ન થયો અને ભારતીય ટીમ 1-0થી આગળ રહી. ચોથા ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયાની ટીમે જોરદાર હુમલા કર્યા અને સતત બે કોર્નર પણ પ્રાપ્ત કર્યા. તેને મેચમાં કુલ 9 પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ તે ગોલ ન કરી શકી. ભારતીય ટીમને માત્ર એક કોર્નર મળ્યો અને તેમાં ગોલ કરી જીત પાકી કરી દીધી.

આ પણ વાંચો, Tokyo Olympics: સતીશ કુમાર ક્વાર્ટર ફાઇનલમાં હાર્યો, પુરુષ બોક્સર મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યા

ત્રણ હાર બાદ સતત ત્રીજી જીત

ભારતીય મહિલા ટીમ જોકે ટોક્યોમાં સારી શરૂઆત નહોતી કરી શકી. ટીમની પહેલી ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. નેધરલેન્ડ્સે 5-1થી, જર્મનીએ 2-0થી અને બ્રિટને 4-1થી મ્હાત આપી હતી. એવામાં લાગી રહ્યું હતું કે ટીમ ટૂર્નામેન્ટથી બહાર થઈ જશે.

આ પણ વાંચો, માત્ર 30 હજાર રૂપિયામાં ખરીદો TVS Jupiter  અને Hero Maestro, જાણો સમગ્ર ઓફર

ત્યારબાદ ટીમે જોરદાર વાપસી કરી. પહેલા આયરલેન્ડને સંઘર્ષપૂર્ણ મેચમાં 1-0થી હરાવીને પહેલી જીત નોંધાવી. બાદમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન નક્કી કર્યું. ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતીય મહિલા ટીમે સેમીફાઇનલમાં સ્થાન નક્કી કરી દીધું છે. ટીમ સેમીફાઇનલમાં 4 ઓગસ્ટે આર્જેન્ટિના સામે ટકરાશે. આર્જેન્ટિનાએ પહેલી ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીને 3-0થી હરાવ્યું છે.